Categories
Income Tax And Estate Planning Services View Blogs in Gujarati

ટીસીએસ ની જવાબદારી અંગેના પ્રશ્નો જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો

  • ટીસીએસ કઈ રકમ પર લાગે છે?

ટીસીએસ ૫૦ લાખથી ઉપરની રકમ ઉપર જ લેવાનો છે એટલે કે કોઈ એક વ્યક્તિ પાસેથી માલના વેચાણ પેટે નાણાંકીય વર્ષ દરમ્યાન ૬૦ લાખ મળે તો ૫૦ લાખ બાદ કરીને ૧૦ લાખના ૦.૦૭૫% લેવાનો છે અને ૫૦ લાખથી રકમ વધે પછી દર મહીને મળેલ રકમ ઉપર ટીસીએસ ભરવાનો રહેશે.
તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા રૂ. ૫૦ લાખથી વધારેના માલનું વેચાણ કરેલું હોય (બીલ બનેલું હોય) અને તેનું પેમેન્ટ તારીખ ૦૧/૧૦/૨૦૨૦ પછી મળે તો પણ તેના ઉપર ૦.૦૭૫% ટીસીએસ કરવાનો થાય છે.
ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી ઓછું વેચાણ કરેલ હોય તો:

તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૩૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૨૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૩૦ લાખ

ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૬૫ (૩૫ + ૩૦ લાખ)  લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. હવે જયારે બધીજ રકમ એટલે કે કુલ રૂ. ૬૫ લાખ મળી જશે ત્યારે રૂ. ૧૫ લાખ ની રકમ પર (રૂ. ૬૫ લાખ – રૂ. ૫૦ લાખ [ટીસીએસની કપાત માટેની મર્યાદા]) ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.
ઉદા. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી રૂ, ૫૦ લાખથી વધારે વેચાણ કરેલ હોય તો:

તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૩૦ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ

ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ – રૂ. ૫૦ લાખ (ટીસીએસની કપાત માટેની મર્યાદા) = રૂ. ૩૫ લાખ ની રકમ. હવે જયારે ખરીદનાર પાસેથી બધી રકમ મળે ત્યારે રૂ. ૩૫ લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.
 ઉદા.  તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી ખરીદનાર પાસેથી રૂ, ૫૦ લાખથી વધારે ની રકમ મળેલ હોય તો:

તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધીનું વેચાણ રૂ. ૬૫ લાખ
૨. તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વેચાણ પેટે મળેલ રકમ રૂ. ૫૫ લાખ
૩. તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી બનાવેલ વેચાણ બીલ રૂ. ૨૦ લાખ

 ટીસીએસની જોગવાઈ તા. ૦૧/૧૦/૨૦૨૦ થી અમલી બનેલ હોય આ તારીખ પહેલા જે રકમ મળેલ હોય તેના પર ટીસીએસની લેવાનો થતો નથી. ઉપરોકત સંજોગોમાં કુલ રૂ. ૮૫ લાખનું વેચાણ એક જ વ્યક્તિને કરેલ હોવાથી તેમાં ટીસીએસની જવાબદારી નીચે મુજબ ઉભી થશે. દા.ત. રૂ. ૮૫ લાખ(૬૫+૨૦) – રૂ. ૫૫ લાખ (તા. ૦૧/૧૦/૨૦૨૦ પહેલા મળેલ રકમ) = રૂ. ૩૦ લાખ ની રકમ જયારે ખરીદનાર પાસેથી મળે ત્યારે રૂ. ૩૦  લાખ પર ૦.૦૭૫%  ટીસીએસની જવાબદારી થશે.

  • ટીસીએસ જીએસટી (GST) સહીત ની રકમ પર કે જીએસટી(GST) વગર ની રકમ પર લેવાનો રહેશે?

ઇન્કમટેક્ષ દ્વારા આપવામાં આવેલ FAQ પ્રમાણે ટીસીએસ જીએટી(GST) સહીત ની રકમ પર લેવાનો રહેશે.

  • કયા પ્રકારના વ્યવહારો પર ટીસીએસ લેવાનો થશે નહિ?

એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના વ્યવહારો તથા કાયદાની અન્ય કોઈ કલમ હેઠળ પાર્ટીનો ટીડીએસ કાપવાનો થતો હોય અથવા ટીસીએસ કલેક્ટ કરવાનો થતો હોય તો તેના ઉપર ટીસીએસ લેવાનો થશે નહી.

  • ટીસીએસ ની રકમ જમા ક્યારે કરવાની થશે?

આ ટીસીએસની ૦.0૭૫% લેખે જે રકમ મળે તે જે મહિનામાં પેમેન્ટ મળ્યું હોય તેના પછીના મહિનાની ૭ તારીખ પહેલા સરકારમાં જમા કરાવવાના રહેશે અને તેનું ત્રિમાસિક પત્રક ફોર્મ નં. 27EQ માં ભરવાનું રહેશે.

  • પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN ના હોય તો ટીસીએસની શું જવાબદારી થાશે?

કલમ ૨૦૬C (૧H) પ્રમાણે જો પેમેન્ટ આપનાર (માલ ખરીદનાર) પાસે PAN નંબર ના હોય તો પેમેન્ટ મળે તે રકમના ૧ % લેખે ટીસીએસ લેવાનો રહેશે.

  • ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી કેવી રીતે અને ક્યારે વસુલ કરવી?

ટીસીએસની રકમ ખરીદનાર પાસેથી વસુલ કરવા માટે નીચે મુજબના બે વિકલ્પ ઉપલબ્ધ છે.
(1) વેચનાર દ્વારા ટીસીએસની રકમ સીધી વેચાણ ના બીલ માં જ ઉમેરી દેવામાં  આવે.
(2) વેચનાર દ્વારા ટીસીએસની રકમની ડેબીટ નોટ ખરીદનાર ને આપવામાં આવે.

વધુ વિગત માટે સંપર્ક કરો:
મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨
ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com
અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDINઅમને ફોલો કરો.
અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.

Categories
Income Tax And Estate Planning Services

Practical Examples With Questions & Answer For Understanding The Calculation Of Tax Collected At Source (TCS)

  • On which amount TCS shall be collected?
TCS is to be levied only on the amount above Rs. 50 lakhs i.e. if Rs. 60 lakhs is received from a single person during the financial year for sale of goods then TCS to be collected on amount of Rs. 10 Lakhs @ 0.075% (i.e. after deducting the amount of Rs. 50 Lakhs from Rs. 60 Lakhs and then after TCS has to be paid in every month on amount in excess of Rs. 50 Lakhs). If goods of more than Rs. 50 Lakhs is sold before 01/10/2020 (i.e. Bill has made) and its payment received after 01/10/2020 then also TCS to be levied on amount received after 01/10/2020. Illustration 1: Sales made to a buyer is less than Rs. 50 Lacs up to 30-09-2020:
1 Sales up to 30-09-2020 Rs. 35 lacs
2 Amount received up to 30-09-2020 Rs. 25 lacs
3 Invoices raised from 01-10-2020 Rs. 30 lacs
As TCS shall be applicable beyond receipts of Rs. 50 Lacs. Therefore, on the initial receipt of Rs. 25 Lacs after 01-10-2020, TCS shall not be applicable. Consequently, TCS shall be applicable on Rs. 15 Lacs [Rs. 35 Lacs + Rs. 30 Lacs – 50 Lacs] as and when total Rs. 65 Lacs shall be received. Illustration 2: Sales made to a buyer is more than Rs. 50 Lacs up to 30-09-2020:
1 Sales up to 30-09-2020 Rs. 65 lacs
2 Amount received up to 30-09-2020 Rs. 30 lacs
3 Invoices raised from 01-10-2020 Rs, 20 lacs
As TCS shall be applicable beyond receipts of Rs. 50 Lacs. Therefore, on the initial receipt of Rs. 20 Lacs after 01-10-2020, TCS shall not be applicable. Consequently, TCS shall be applicable on Rs. 35 Lacs [Rs. 65 Lacs + Rs. 20 Lacs – Rs. 50 Lacs] as and when whole amount of Rs. 85/- lacks will be received. Illustration 3: Amount received from a buyer is more than Rs. 50 Lakh up to 30-09-2020:
1 Sales up to 30-09-2020 Rs. 65 Lacs
2 Amount received up to 30-09-2020 Rs. 55 Lacs
3 Invoices raised from 01-10-2020 Rs. 20 Lacs
As provision of TCS implemented from 01-10-2020, therefore TCS cannot be charged on collections made prior to 01-10-2020. Therefore, in this case, TCS shall be charged on the receipt of amount on or after 01-10-2020 i.e. on Rs. 30 Lacs [Rs. 65 Lacs + Rs. 20 Lacs – Rs. 55 Lacs].
  • Whether TCS is to be collected on the amount of sale including GST?
The FAQ issued by the Income Tax Department on TCS, provides that “the amount debited to the account of buyer or payment shall be received by seller inclusive of GST. As such, TCS to be collected on inclusive of GST.”
  • Which types of transactions will not be subject to TCS?
Export and import transactions and transactions on which TDS has to be deducted or TCS has to be collected under other section of any other law, than TCS will not be levied on such transactions.
  • When to deposit TCS amount?
The amount of TCS collected @ 0.075 % should be deposited in the government before 7th of the month following the month in which the payment was received and its quarterly return must be filed in Form no. 27EQ.
  • In the case of non-availability of PAN of the buyer, what shall be rate at which TCS to be collected?
Section 206C(1H) specifically provides that TCS shall be collected at the rate of 1% of sale consideration in case buyer of the goods fails to provide its PAN.
  • How and when to charge TCS from buyer?
There are two options available to collect TCS from Buyer (1) The TCS can be collected by charging through invoice. (2) The TCS can be collected by charging through debit note. For more information please contact us Mobile No. : +91 93769 62244 / 70435 24242 Email: lawserve@ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN. We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.
Categories
Income Tax And Estate Planning Services View Blogs in Gujarati

ટેક્સ કલેકટેડ એટ સોર્સ (TCS) ની તા. ૦૧/૧૦/૨૦૨૦ થી લાગુ થયેલ જોગવાઈ ની સરળ સમજણ

ઇન્કમટેક્સ કાયદા હેઠળ ત્રણ પ્રકારના વ્યવહારો માં TCS ની જોગવાઈઓં લાગુ કરવામાં આવેલ છે. TCS ની જોગવાઈઓ જે કોઈ રકમની ચુકવણી કરવામાં આવે તેના પર લાગુ પડશે એટલે કે ચુકવણી ની રકમમાં TCS ની જે – તે  ટકાવારી મુજબની રકમ ઉમેરી આપવાની રહેશે. TCS તરીકે લેવામાં આવતી રકમ જેમણે ચૂકવેલ હોય તેને TDS ની જેમ પોતાને ભરવાના થતા ઇન્કમટેક્ષ સામે ટેક્સ બાદ મળી જાય છે. TCS અંગે એવી ગેરસમજણ પ્રવર્તી રહેલ છે કે TCS ને લીધે વધારાની ઇન્કમટેક્ષ ની જવાબદારી ઉભી થયેલ છે પણ હકીકતે ઇન્કમટેક્ષ વિભાગ આ પ્રકારના નાણાંકીય વ્યવહારો ઉપર નજર રાખવા માટે આ જોગવાઈ અમલમાં લાવેલ છે. TCS ભરવાપાત્ર ટેક્સમાંથી બાદ મળી જતો હોય વધારાની ટેક્સ ની જવાબદારી ઉભી થતી નથી. આ નવી આવેલી ટીસીએસની જોગવાઇઓની વિસ્તૃત સમજણ નીચે મુજબ આપેલી છે. (અ)રૂ. ૫૦ લાખથી વધારેના માલના વેચાણ ઉપર કરવામાં આવેલ ટીસીએસની જોગવાઈ પાછલા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આપની પેઢીનુ વાર્ષિક ટર્નઓવર ૧૦ કરોડ થી વધારે હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ એક પાર્ટીને તમે રૂ. ૫૦ લાખથી વધુનું વેચાણ કરેલ હોય અને તેનું પેમેન્ટ તા. ૦૧/૧૦/૨૦૨૦ પછી મળેલ હોય ત્યારે રૂ. ૫૦ લાખથી ઉપરની જે રકમ મળે તેના પર ૦.૦૭૫% (તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી ૦.૦૭૫% ત્યારબાદ ૦.૧%)  ટીસીએસ ઉમેરીને પેમેન્ટ લેવાનું રહેશે એટલે કે રૂ. ૫૦ લાખથી વધારે નું વેચાણ કોઈ એક પાર્ટી ને કરેલ હોય તો જ આ જોગવાઈ લાગુ પડશે અને ટીસીએસ ની ગણતરી માટેની રૂ. ૫૦ લાખની મર્યાદા આખા નાણાંકીય વર્ષ માટેની છે .એક બાબત અંગે ખાસ ધ્યાન દોરવાનું કે ટીસીએસ ભરવાની જવાબદારી બીલ બને ત્યારે નથી પણ પેમેન્ટ મળે ત્યારે ઉભી થાય છે. માલના વેચાણ પર ટીસીએસની જવાબદારી અંગેની વિસ્તૃત સમજણ આપવાના ભાગરૂપે અમોએ પ્રશ્ન જવાબ તથા વ્યવહારુ ઉદાહરણો આપેલા છે જે નીચે મુજબની લીંક પર ઉપલબ્ધ છે. લીંક: https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2020/10/TCS-FAQs-in-Gujarati-Ashutosh-Financial-Services-Pvt.-Ltd.-1.pdf (બ)વિદેશ પ્રવાસના હેતુસર કરવામાં આવતા ખર્ચ પર ટીસીએસની કરવામાં આવેલી જોગવાઈ: વિદેશના પ્રવાસના હેતુસર ટ્રાવેલ, હોટેલ લોજિંગ તેમજ બોર્ડીંગ કે અન્ય ખર્ચનો સમાવેશ થતો હોય તેવા ઓવરસીઝ ટુર પ્રોગ્રામ, પેકેજ નું કોઈપણ ટુર ઓપરેટર દ્વારા વેચાણ કરવામાં આવે તો તેને ખરીદનાર પાસેથી વસુલ કરવામાં આવતી રકમ પર ૫% લેખે ટીસીએસની વસુલાત કરવાની રહેશે. (ક)વિદેશમાં નાણાં મોકલતા સમયે ટીસીએસની વસુલાત ની કરવામાં આવેલ જોગવાઈ : રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ એક નાણાંકીય વર્ષ દરમ્યાન વિદેશમાં રૂ. ૭ લાખથી વધુ રકમ રોકાણ, ગીફ્ટ અને મેઈન્ટેનન્સ પેટે મોકલવામાં આવે તો તેવી રેમીટન્સની રકમ પર ૫% ના દરે ટીસીએસની વસુલાત કરવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અમુક સમાચાર માધ્યમો માં આ TCS ની જોગવાઈઓં નોન રેસીડેન્ટ ઇન્ડિયન(NRI) ને લાગુ પડશે તેવું પ્રકાશિત કરવામાં આવ્યું છે જે અંગે ધ્યાન દોરવાનું કે હકીકતમાં આ જોગવાઈ ફક્ત રહેવાસી ભારતીયોને જ લાગુ પડશે કે જેમાં લીબરલાઈઝડ રેમીટન્સ સ્કીમ(LRS) અંતર્ગત બહાર નાણાં મોકલાવવામાં આવે છે.  નોન રેસીડેન્ટ ઇન્ડિયન (NRI) તેમની ૧ મિલિયન ડોલર ની સ્કીમ અંતર્ગત અને NRO ખાતા માંથી NRE ખાતા માં નાણાં ટ્રાન્સફર કરી અથવા NRE ખાતામાંથી સીધાજ વિદેશ નાણાં મોકલે તો તેમાં TCS વસુલવાની જોગવાઈ લાગુ પડતી નથી. વધુ વિગત માટે સંપર્ક કરો: મોબાઈલ નં. +૯૧ ૯૩૭૬૯ ૬૨૨૪૪ / ૭૦૪૩૫ ૨૪૨૪૨ ઈમેઈલ : lawserve@ashutoshfinserv.com અમોને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Ashutoshfinserv  યુ –ટ્યુબ ચેનલ અને FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDINઅમને ફોલો કરો. અમે એન.આર.આઈ.ને આકર્ષક શરતો સાથે વૈશ્વિક સ્તરે એન.આર.આઈ. સેવાઓને પ્રોત્સાહન આપવા માટે અમારા રેફરલ પાર્ટનર્સ બનવા માટે આમંત્રણ આપીએ છીએ.
Categories
Income Tax And Estate Planning Services

A Simplified Understanding Of The Provision Of Tax Collected At Source (TCS) Applicable From Dtd. 01/10/2020

The provisions of TCS are applicable in three types of transactions under the Income Tax Act. The provisions of TCS will apply to any amount paid, that means the percentage of TCS has to be added to the payment amount. Those who have paid the amount of TCS, can claim credit of TCS against payment of Income Tax, just as TDS. There is a misunderstanding about TCS that TCS has created additional income tax liability but in fact this provision has been implemented by the Income Tax Department to monitor such financial transactions. Additional tax liability does not arise as credit of TCS is given as a set off from liability of Income Tax. A detailed understanding of the provisions of this newly introduced TCS are given below.
  • Provision of TCS on sale of goods in excess of Rs. 50 lakh.
If the annual turnover of your firm is more than Rs. 10 crore in previous year 2019-20 and you have sold the goods of more than Rs. 50 Lakhs in the current financial year to single party and if its payment is received after 01/10/2020, then payment has to be taken by adding TCS @ 0.075 % (TCS rate upto 31/03/2021 is 0.075% then after 0.1%), which means this provision is applicable to any single party to whom sale has been made of more than Rs. 50 Lakhs. For calculation of TCS, limit of Rs. 50 Lakhs is for entire financial year. Here, it should be noted that obligation to pay TCS arises not when the bill is made but when the payment is received. Here, we have provided a link of FAQs and practical examples as a part of detailed explanation of liability of TCS on sale of goods. Link : https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2020/10/TCS-FAQs-in-English-Ashutosh-Financial-Services-Pvt.-Ltd.-1.pdf
  • Provision of TCS on expenses incurred for the purpose of foreign travel:
The Overseas Tour Program package, which includes travel, hotel lodging as well as boarding or other expenses for the purpose of traveling abroad, are sold by any tour operator, TCS will be charged at the rate of 5% on the amount charged for tour package from the buyer.
  • Provision made for collection of TCS at the time of remittance abroad:
There is provision of TCS that if any person sends an amount more than Rs. 7 Lakhs to any person in foreign country for investment, gift or maintenance purpose under the Reserve Bank of India’s Liberalised Remittance Scheme (LRS), then TCS will be levied at the rate of 5% on the amount of remittance exceeding Rs. 7 Lakhs. Here, it is important to note that there have been discussions in media that the provisions of TCS will be applicable to Non-Resident Indians (NRIs) too. However this provision applies only to resident Indians who remit the money under the Liberalised Remittance Scheme (LRS). The provision is NOT APPLICABLE for any Non-Residents remitting funds to and from India through their NRE bank account or through NRO bank accounts under the remittance of assets scheme. For more information please contact us: Mobile No. : +91 93769 62244 / 70435 24242 Email: lawserve@ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN. We invite NRIs to become our REFERRAL PARTNERS for promoting NRI Services globally with attractive terms.